shivratri

મહાશિવરાત્રી આજના યુગમાં માનવી ઝડપથી દોડી રહ્યો છે – સફળતા માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે. પરંતુ આ દોડમાં શાંતિ ગુમાવી રહ્યો છે. તણાવ, સ્પર્ધા, અસંતોષ – જીવનનો ભાગ બની ગયા છે.
શિવરાત્રિ આપણને શીખવે છે –સાદગી અપનાવો.
અંતરમાં શાંતિ શોધો.પરિવાર અને સંબંધોને મહત્વ આપો.
અને જીવનને માત્ર ભૌતિક દૃષ્ટિએ નહીં, આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જુઓ.શિવનું સાદું સ્વરૂપ આપણને બતાવે છે કે સાચું વૈભવ આંતરિક સંતોષમાં છે.

    આ રાત્રિમાં જો આપણે થોડો સમય એકાંતમાં બેસી વિચારીએ, તો કદાચ જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળી શકે. ક્યારેક આપણે બહારની દુનિયામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાને ભૂલી જઈએ છીએ.શિવરાત્રિ એ યાદ અપાવે છે –થોડો સમય પોતાના માટે કાઢો.પોતાના અંતરના અવાજને સાંભળો.પોતાની ભૂલોને સ્વીકારો.અને નવી શરૂઆતનો સંકલ્પ લો.પ્રેમ અને સમર્પણનો પરમ તહેવારશિવરાત્રિ એ પ્રેમનું સમર્પણ છે.શિવ અને શક્તિનું મિલન એ બતાવે છે કે સર્જન અને સંહાર, પુરુષ અને પ્રકૃતિ – બંને સાથે હોય ત્યારે જ વિશ્વનું સંતુલન રહે છે.

    આ તહેવાર આપણને શીખવે છે કે જીવનમાં શક્તિ સાથે કરુણા હોવી જોઈએ. તપ સાથે પ્રેમ હોવો જોઈએ. જ્ઞાન સાથે વિનમ્રતા હોવી જોઈએ.જો આ ગુણો આપણા જીવનમાં આવે, તો દરેક દિવસ શિવરાત્રિ બની શકે.

    શિવરાત્રિ માત્ર કેલેન્ડરમાં આવતો દિવસ નથી. તે જીવનમાં આવતો અવસર છે – પોતાના અંદરના શિવને ઓળખવાનો. અહંકાર છોડવાનો. પ્રેમ સ્વીકારવાનો. સમર્પણથી જીવવાનો.

ચાલો, આ શિવરાત્રિએ આપણે સંકલ્પ કરીએ –અંદરના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ આગળ વધવાનો.
અસત્ય છોડીને સત્યનો માર્ગ અપનાવવાનો.દ્વેષ છોડીને પ્રેમ અપનાવવાનો.

“ૐ નમઃ શિવાય”
આ માત્ર મંત્ર નથી –
આ જીવનનો આધાર છે.આ આત્માની પ્રાર્થના છે.
આ શાંતિનો શ્વાસ છે.શિવ શક્તિ, આરાધના અને પ્રેમનું પરમ સમર્પણ એટલે શિવરાત્રિ –એક એવી પવિત્ર રાત્રિ, જ્યાં મન શાંત થાય છે, આત્મા પ્રગટે છે અને જીવનને નવી દિશા મળે છે.

નયના જે. સોલંકી
આંખો

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

14 f
વેલેન્ટાઈન ડે

: પ્રેમ, બલિદાન અને માનવતાની અવિનાશી ઐતિહાસિક ગાથાઓ સેન્ટ વેલેન્ટાઈન – પ્રેમ માટે જીવ આપનાર યોદ્ધા જેલની કરુણ

padma award
પદ્મ પુરસ્કારો 2026: સંપૂર્ણ વિજેતા યાદી અને તેનો ગૌરવશાળી ઇતિહાસ

પરિચય ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક, પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ