'તીરના એજ્યુકેશન' બ્લોગમાં આપનું સ્વાગત કરીએ છીએ.

તીરના એજ્યુકેશનએ માત્ર એક શૈક્ષણિક બ્લોગ નથી, પણ એક એવા મંચ તરીકે પણ કાર્ય કરે છે, જ્યાં સાહિત્યપ્રેમીઓ પ્રેરણાદાયી લેખો અને વાર્તાઓ દ્વારા નવી વિચારધારા વિકસાવી શકે. આ પ્લેટફોર્મ શિક્ષણ અને સાહિત્યનો એક સશક્ત મિશ્રણ છે. જે લોકોના વિચારોને ઉંચાઈ આપે છે અને તેમને શીખવા માટે પ્રેરિત કરે છે.

અમારો ધ્યેય

તીરના એજ્યુકેશન બ્લોગનું ધ્યેય વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાહિત્યપ્રેમીઓ અને લેખન-વાંચનના રસિકો માટે સાહિત્ય, ઉપયોગી શૈક્ષણિક માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવાનો છે.

અમારું મિશન

શૈક્ષણિક લેખો, કારકિર્દી માર્ગદર્શન, નવીન શિક્ષણ પદ્ધતિઓ, ઉપયોગી સંસાધનોથી ગુજરાતીભાષાનું વૈભવ જળવાઈ રહે અને ગુજરાતીભાષા પ્રત્યે મમત્વ રહે તે દિશામાં સતત પ્રયત્ન કરવા અને અન્યને પણ જાગૃત કરવાનું અમારું મિશન છે.

કારકિર્દી માર્ગદર્શન

"સારું શિક્ષણએ સારા ભવિષ્યનો પાયો છે."

ધોરણ 10,12 અને ત્યાર પછી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, અને માસ્ટર ડિગ્રી તેમજ મોટેસરી અને કમ્પ્યુટરના વિવિધ રેગ્યુલર અને ડિસ્ટનસ લર્નિંગ કોર્સે માટે સંપર્ક કરો. 6359505666 /9537667111

શિક્ષણ અને સાહિત્ય : એક અવિભાજ્ય સંબંધ

શિક્ષણ અને સાહિત્યએ માનવજાતના વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા બે પાયાના સ્તંભો છે. શિક્ષણ વ્યક્તિને જ્ઞાનપ્રદાન કરીને તેની બુદ્ધિ અને વિચારોને આકાર આપે છે, જ્યારે સાહિત્ય તેના ભાવનાત્મક અને સર્જનાત્મક વિસ્તારને વિસ્તૃત કરે છે. એક સાથે આ બંને સ્તંભો વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે.

– નયના જે. સોલંકી (આંખો)

નવી પોસ્ટ

TEACHER
ક્રમશઃ
NAVRATRI
ક્રમશઃ
GANPATIJI
ક્રમશઃ
AI
ક્રમશઃ
AI
ક્રમશઃ
ok
ક્રમશઃ

અમે માનીએ છીએ કે શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ પાસું છે.

“શિક્ષક એટલે આજીવન વિદ્યાર્થી” એ અભિવ્યક્તિ માત્ર એક વિચાર નથી, પરંતુ શિક્ષક માટે જીવનભર ચાલતું એક માર્ગદર્શન છે. આ તે વાતનું  પ્રતીક છે કે, શિક્ષણ ક્યારેય પૂરું થતું નથી અને શિક્ષક માટે જ્ઞાનપ્રાપ્તિ અને નવીનતા માટેની યાત્રા ક્યારેય અટકતી નથી. એક સારા શિક્ષકની સફળતા એમાં છે કે, તે જીવનભર શિખવાની લાલસા સાથે પોતાના રસ્તા પર આગળ વધે છે અને પોતાના વિદ્યાર્થીઓને પણ એ જ પ્રેરણા આપે છે.

તીરના એજ્યુકેશનની વિશેષતા શું ?

book
પ્રેરણાદાયક વાર્તાઓ

જીવનમાં સફળતા માટે હંમેશા પ્રેરણા જરુરી હોય છે. તીરના એજ્યુકેશન એવી પ્રેરણાદાયી વાર્તાઓ પ્રકાશિત કરે છે, જે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના સપનાઓ પૂરાં કરવા માટે પ્રોત્સાહન આપે. આ વાર્તાઓનો હેતુ માત્ર મનોરંજન નથી, પણ તે ખરા અર્થમાં જીવન બદલનાર સાબિત થાય છે.

લેખ
લેખ

પ્રેરણાદાયી લેખો જીવનમાં સકારાત્મકતા લાવવા માટે મદદરૂપ થઈ શકે છે, જેમાં સફળવ્યક્તિના વિશેષ લેખ, હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક, ટાઈમ મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.

news
સમાચાર અને પરિપત્રો

નવી શૈક્ષણિક નીતિઓ અને પરીક્ષાઓની જાહેરાતો, યુનિવર્સિટી અને સરકાર દ્વારા લેવાયેલા શૈક્ષણિક નિર્ણયો, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને ફેલોશિપ અંગે સમાચાર.

poem
કાવ્ય

કાવ્યનું સાહિત્યિક મૂલ્ય અસીમ છે. કાવ્યો દ્વારા ભાષાની સુંદરતા અને ગહનતા વ્યક્ત થાય છે. કાવ્યો ભાષાની મૂળપણાંને સાચવી રાખે છે અને તેમાં નવા વિચારો, ભાવનાઓ અને લાગણીઓને વ્યક્ત કરે છે.

study
સુવિચાર

ગુજરાતી ભાષાના વિચારો દ્વારા લોકોના જ્ઞાન અને વિચારવિમર્શનું વિસ્તરણ થાય છે. તે નવી દ્રષ્ટિઓ અને વૈવિધ્યસભર વિચારધારાઓને જન્મ આપે છે.

કારકિર્દી માર્ગદર્શન

કારકિર્દી માર્ગદર્શનએ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તેમને તેમના ભવિષ્યની દિશામાં સચોટ પગલાં ભરવામાં મદદ કરે છે. એવી કેટલીક મુખ્ય બાબતો છે જે કારકિર્દી માર્ગદર્શન હેઠળ આવરી લેવામાં આવે છે.

દરેક વ્યક્તિ માટે માતૃભાષાએ એના વ્યક્તિત્વ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.જેમ કોઈ બાળક પોતાની માતાની મમતા વગર અધૂરો છે, તેમ કોઈપણ વ્યક્તિ પોતાની ભાષા વગર અધૂરી લાગે.માતૃભાષાએ આપણું પેલું સપનું,પેલો સ્પર્શ,અને પેલી લાગણી છે,જે જન્મથી જ આપણું હ્રદય સ્પર્શે છે.

નયના જે. સોલંકી (આંખો)