પરિચય
ભારત તહેવારોની ધરતી તરીકે ઓળખાય છે. અહીં દરેક તહેવારની પાછળ કોઈ ને કોઈ આધ્યાત્મિક, સામાજિક કે સાંસ્કૃતિક ભાવના છુપાયેલી હોય છે. એવા અનેક તહેવારોમાં ગણેશોત્સવ વિશેષ સ્થાન ધરાવે છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને શુભશકુનના પ્રતિક તરીકે પૂજવામાં આવે છે. ભાદરવા મહિનાની ચોથથી શરૂ થતો આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે. આ દસ દિવસ ભક્તિ, આનંદ, એકતા અને ઉત્સાહથી ભરપૂર હોય છે.
ગણેશોત્સવનો અંતિમ દિવસ એટલે કે અનંત ચતુર્દશી ખૂબ જ મહત્વનો છે. આ દિવસે ભક્તિપૂર્વક સ્થાપિત કરાયેલી ગણેશજીની પ્રતિમાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જન માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનના તત્ત્વજ્ઞાન, સામાજિક એકતા અને પર્યાવરણ જાગૃતિનો પ્રબળ સંદેશ આપે છે.
ગણેશોત્સવ પ્રાચીનકાળથી ઉજવાતો આવ્યો છે. પુરાણોમાં જણાવાયું છે કે પ્રથમ વખત ભગવાન ગણેશજીનું પૂજન લોકકલ્યાણ માટે કરાયું. પછીથી વિવિધ રાજવંશો અને પ્રજાએ આ તહેવારને આગળ વધાર્યો.પરંતુ ગણપતિ વિસર્જનને સામૂહિક સ્વરૂપ આપવાનો શ્રેય લોકમાન્ય બાલ ગંગાધર ટીલકને જાય છે. અંગ્રેજોના શાસનકાળમાં લોકો એકત્રિત થાય તેની મનાઈ હતી. ત્યારે ટીલકએ ગણેશોત્સવને સામાજિક એકતાનો માધ્યમ બનાવ્યો. લોકો સામૂહિક રીતે ગણેશજીની સ્થાપના કરી, ભજન-કિર્તન, નાટકો અને પ્રવચનો યોજતા. આ રીતે ગણેશોત્સવ સ્વાતંત્ર્ય આંદોલનને બળ આપતો મહત્વનો તહેવાર બની ગયો.
ગણેશ વિસર્જનનો ધાર્મિક અર્થ ખૂબ ઊંડો છે.
- અસ્થાયિત્વનું પ્રતિક – જીવનમાં જે આવે છે તે ક્યારેક જવાનું જ છે. પ્રતિમાનું વિસર્જન એ જ સંદેશ આપે છે.
- પ્રકૃતિને પરત આપવું – માટીમાંથી બનેલી પ્રતિમાને ફરીથી જળમાં વિલીન કરવામાં આવે છે. આ દર્શાવે છે કે મનુષ્ય પણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ વિલીન થાય છે.
- વિરહમાં ભક્તિ – દસ દિવસ ભક્તિપૂર્વક ભગવાનની સેવા કર્યા પછી વિદાય આપવી એ ભક્તને વિયોગ સહન કરવાની શીખ આપે છે. ગણપતિ વિસર્જન સામાજિક એકતાનું પ્રતિક છે.સામૂહિક મિરવનૂક – હજારો લોકો સંગીત, નૃત્ય અને ભક્તિભાવ સાથે મિરવનૂકમાં જોડાય છે.એકતા અને ભાઈચારો – વિવિધ જાતિ, ધર્મ, ભાષાના લોકો એક સાથે ભાગ લે છે.સાંસ્કૃતિક કાર્યક્રમો – વિસર્જન પહેલાં નાટક, સંગીત, આરતી, વ્યાખ્યાન જેવા કાર્યક્રમો યોજાય છે.ભારતની સંસ્કૃતિએ હંમેશા “વસુધૈવ કુટુંબકમ્” નો સંદેશ આપ્યો છે. ગણેશ વિસર્જન એ સંસ્કૃતિનો જીવંત દાખલો છે. ભજન, કિર્તન, નૃત્ય, સંગીત અને આરતી દ્વારા સમાજને જોડવાનું કાર્ય થાય છે.
આજના સમયમાં ગણેશ વિસર્જન પર્યાવરણ માટે પડકારરૂપ બની ગયું છે. કેમ કે:પ્લાસ્ટર ઓફ પેરીસ (POP)ની પ્રતિમા – પાણીમાં સરળતાથી વિલીન થતી નથી.કેમિકલ રંગો – નદીઓ અને તળાવોને પ્રદૂષિત કરે છે.પ્લાસ્ટિકના શણગાર – પર્યાવરણને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડે છે.તેથી આજે પર્યાવરણપ્રેમી લોકો માટીની પ્રતિમા, કુદરતી રંગો અને કૃત્રિમ તળાવમાં વિસર્જનને પ્રોત્સાહન આપે છે. સરકાર અને અનેક સંસ્થાઓ પણ આ અંગે જાગૃતિ ફેલાવી રહી છે.
આધુનિક સમયમાં વિસર્જનની રીતો
- કુદરતી માટીની પ્રતિમા – જેને પાણીમાં સરળતાથી વિલીન કરી શકાય.
- કૃત્રિમ તળાવમાં વિસર્જન – જેથી નદીઓ અને દરિયાને પ્રદૂષણથી બચાવી શકાય.
- પ્રતીકાત્મક વિસર્જન – કેટલીક જગ્યાએ ફક્ત આરતી કરીને પાણી છાંટીને પ્રતીકરૂપે વિસર્જન કરવામાં આવે છે.
આધ્યાત્મિક સંદેશ :ગણપતિ વિસર્જન ભક્તને શીખવે છે કે –
જીવનમાં કંઈયું પણ કાયમી નથી.વિયોગને સ્વીકારીને ભક્તિમાં સ્થિર રહેવું જોઈએ.પ્રકૃતિ પ્રત્યે આદર રાખવો જરૂરી છે.
મુંબઈ, પુણે, નાગપુર, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં ગણપતિ વિસર્જનની મિરવનૂકો વિશ્વપ્રસિદ્ધ છે. હજારો લોકો રસ્તાઓ પર ઉમટી પડે છે. “ગણપતિ બાપ્પા મોરિયા, પુડચ્યા વર્ષી લવકરિયા” ના નાદ સાથે ભક્તિનો મહાપર્વ ઉજવાય છે.
ગણપતિ વિસર્જન માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનના અનેક પાઠ શીખવતો તહેવાર છે. તે ભક્તિને પ્રબળ બનાવે છે, એકતા અને ભાઈચારો જાળવે છે, સંસ્કૃતિને જીવંત રાખે છે અને પર્યાવરણની જવાબદારીનું સ્મરણ કરાવે છે.
ભગવાન ગણેશજી વિસર્જન બાદ પણ ભક્તોના હૃદયમાં જીવંત રહે છે. તેમની યાદ, તેમની શીખ અને આશીર્વાદ હંમેશા જીવનને માર્ગદર્શિત કરે છે.
અંતે વિસર્જન આપણને એક જ સંદેશ આપે છે –
“જે આવ્યું છે તે જવાનું જ છે, અને જે જતું રહે છે તે ફરી પાછું આવવાનું જ છે.”
નયના જે. સોલંકી
આંખો