સાવિત્રી બાઈ ફુલે 

નામઃ- સાવિત્રી બાઈ ફુલે

ન્મ તારીખઃ- 3/01/1831

જન્મ સ્થળઃ– નાયગાંવ, સતારા, મુંબઈ, મહારાષ્ટ્ર

પિતાનું નામઃ– ખંડોજી નેવસે

માતાનું નામઃ– લક્ષ્મીબાઈ

પતિનું નામઃ- જ્યોતિબા ફુલે

વિશેષ યોગદાનઃ– વિધવા વિવાહ , અસ્પૃશ્યતા નાબૂદી, દલિત સ્ત્રીઓને શિક્ષિત બનાવવી

મૃૃૃૃૃત્યુઃ- 10/03/1897 પુણે, મહારાષ્ટ્ર, પ્લેગના કારણે

જાણી અજાણી વાતો:-*

1. ઇ.સ. 1840માં જ્યારે તેમના લગ્ન મહાત્મા જ્યોતિરાવ ફુલે સાથે થયા ત્યારે સાવિત્રીજીની ઉંમર માત્ર નવ વર્ષની હતી.

2. જ્યોતિબા ફુલેએ ત્રીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો પરંતુ તેમને મરાઠા ભાષાનું સારું જ્ઞાન હતું. જેથી તેમના પતિ જયોતિબા ફૂલેએ તેમને શિક્ષણ અને લેખનમાં મદદ કરી.

3. વર્ષ 1848 માં, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે માત્ર 17 વર્ષના હતા, ત્યારે તમણે પતિ જ્યોતિબા ફુલે સાથે મળીને દલિતો અને મહિલાઓને શિક્ષિત કરવા માટે એક શાળાની સ્થાપના કરી.

4. એવું કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળામાં ભણાવવા જતા હતા ત્યારે રસ્તામાં લોકો તેમના પર ગાયનું છાણ, માટી, કાદવ વગેરે ઉછાળતા હતા.

5. સાવિત્રીબાઈ અને જયોતિબા ફૂલેની મહેનત અને સમર્પણને કારણે 18 જેટલી કન્યા શાળાઓ સ્થપાઈ.

6. સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સંચાલિત પુણેની એક કન્યા શાળાને દેશની પ્રથમ કન્યા શાળાનો દરજ્જો મળ્યો.

7. સાવિત્રીબાઈ ફૂલેને દેશની પ્રથમ કન્યા શાળાના નિર્દેશક અને આચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

8. સાવિત્રી બાઈ ફૂલેએ વર્ષ 1853માં બળાત્કાર બાદ ગર્ભવતી બનેલી મહિલાઓ માટે પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી હતી.

9. દેશની પ્રથમ કિસાન શાળા ખોલવાનો શ્રેય પણ સાવિત્રી બાઈ ફૂલેને જાય છે.

10. સાવિત્રીબાઈ ફુલે અને જયોતિબા ફૂલેએ 24 સપ્ટેમ્બર 1873ના રોજ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. તેમણે વિધવા પુનર્લગ્નની પરંપરા પણ શરૂ કરી હતી અને આ સંસ્થા દ્વારા 25 ડિસેમ્બર, 1873ના રોજ પ્રથમ વિધવા પુનર્લગ્ન કરવામાં આવ્યા હતા.

સાવિત્રીબાઈ ફૂલેજી ભારતના એક મહાન સામાજિક કાર્યકર્તા હતા, જેમણે પોતાનું આખું જીવન સમાજને સુધારવામાં વિતાવ્યું હતું. તેમણે આ સમાજ ચાલી રહેેેલા કુરીવાજો, અંધશ્રધ્ધા અને અન્યાયો સામે અવાજ ઉઠાવ્યો અને સમાજ ગરીબ અને શોષીત વર્ગને શિક્ષણ અને ન્યાય મળે તે માટે મોટું યોગદાન આપ્યું હતુ.

(સંકલિત)

– નયના જે. સોલંકી

 આંખો

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

ok
all correct

“OK” (અથવા O.K., Okay) શબ્દની શોધ અને તેનો પ્રયોગ અંગ્રેજી ભાષાના ઈતિહાસમાં ખૂબ રસપ્રદ છે. 1. OK શબ્દ