સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

 

સંક્ષેપીકરણ
કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

Ø પરિચ્છેદ
(ગદ્યખંડ) ધ્યાનથી વાંચો.

Ø વાંચતાં-વાંચતાં
તમને ખ્યાલ આવશે કે પ્રસ્તુત પરિચ્છેદ કોઈ ભાવ-વિચારનો વિસ્તાર છે.

Ø
ભાવ-વિચારને વ્યક્ત કરવા માટે ક્યાંક ઉદાહરણો કે કાવ્યપંક્તિઓ આપીને વિચારને વધુ
સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે પ્રયત્ન કર્યો હોય છે.

Ø ક્યાંક
શબ્દસમૂહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષાના પોતને
, એના બળને હાનિ
પહોંચાડતાં હોય છે.

Ø વાતના દઢીકરણ
માટે ક્યાંક શબ્દ
,
શબ્દસમૂહ કે વાક્યનું પુનરાવર્તન થયેલું હોય છે.

Ø કેટલીક વાર
અલંકારનો ઉપયોગ ભાષાભિવ્યક્તિને સબળ કરવા થયો હોય છે.

Ø પરિચ્છેદ(ગદ્યખંડ)નો
સંક્ષેપ કરતાં:-

·       સઘળી બાબતો
દૂર કરતાં ધ્યાનમાં રાખો કે શબ્દોને સ્કુટ કરતાં
, અર્થ કે ભાવ દૂર ન થઈ
જાય. ભાવાર્થની માવજત કરતાં-કરતાં શબ્દોને દૂર કરો છો.

·       સંક્ષેપ
શબ્દોનો કરવાનો છે
,
ભાવ-અર્થનો સંક્ષેપ ન થાય.

·       દા. ત., સમગ્ર
પરિચ્છેદમાં 120 અક્ષર હોય
, તો 1/3 ભાગમાં સંક્ષેપ કરતાં 40
અક્ષર-સંખ્યા થાય એટલો (લગભગ) પરિચ્છેદ તૈયાર કરવો.

·       રફકામમાં
કાચો મુસદ્દો તૈયાર કરો. ફરી વાંચી જાઓ. મૂળ પરિચ્છેદમાં જે વિચારવિસ્તાર છે
, તેના
શબ્દો ઓછા કરતાં
, સંક્ષેપ કરતાં કંઈ નુકસાન તો નથી થયું ને?
એ કાળજી રાખો.

·       અંતે યોગ્ય
શીર્ષક આપો.

 

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

shivratri
Mahashivratri

મહાશિવરાત્રી આજના યુગમાં માનવી ઝડપથી દોડી રહ્યો છે – સફળતા માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે. પરંતુ આ દોડમાં

14 f
વેલેન્ટાઈન ડે

: પ્રેમ, બલિદાન અને માનવતાની અવિનાશી ઐતિહાસિક ગાથાઓ સેન્ટ વેલેન્ટાઈન – પ્રેમ માટે જીવ આપનાર યોદ્ધા જેલની કરુણ