વિશ્વ બાલિકા દિવસ

 ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે.

*ઇતિહાસ*

       વર્ષ 1996માં 24 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા. આ દિવસે તેઓ દેશના પહેલા મહિલા હતા જે વડાપ્રધાનની ખુરશી પર બેઠા હતા. ભારતીય ઇતિહાસમાં એક ખાસ ઘટનાને ધ્યાનમાં રાખીને આ દિવસને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

      વર્ષ 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલથી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની શરૂઆત કરવામાં આવી હતી.

 *ઉદ્દેશ*

    આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતમાં લિંગ અસમાનતા, કન્યા કેળવણીનું મહત્વ, તેના સ્વાસ્થ્ય અને પોષણ વિશે જાગૃતિ લાવવાનો અને જેન્ડર સ્ટીરિયોટાઇપ્સને પડકારવાનો પણ છે.

    દિવસનો હેતુ લોકોને દિકરીઓના અધિકારો અંગે જાગૃત કરવાનો છે.

*સરકારના કાર્યો*

     સરકાર દ્વારા છોકરીઓની સ્થિતિ સુધારવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’, સુકન્યા સમૃદ્ધિ જેવી ઘણી યોજનાઓ ચલાવે છે. તે જ સમયે, છોકરીઓ માટે ઘણા પ્રકારના શિષ્યવૃત્તિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે જેથી છોકરીઓ વધુ સારું શિક્ષણ મેળવી શકે. આમાંનો એક કાર્યક્રમ પ્રગતિ શિષ્યવૃત્તિ છે.

    પ્રગતિ શિષ્યવૃત્તિ હેઠળ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD) દર વર્ષે 4000 શિષ્યવૃત્તિ ઓફર કરે છે. આ શિષ્યવૃત્તિ એવા ઘરની છોકરીઓ માટે છે જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે. જેમાં છોકરીઓની આખા વર્ષની ટ્યુશન ફી અથવા 30000 હજાર રૂપિયા અને ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન 10 મહિના માટે 2000 હજાર રૂપિયા આપવામાં આવે છે.

(સંકલિત)

– નયના જે. સોલંકી

– સુરત.

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

ok
all correct

“OK” (અથવા O.K., Okay) શબ્દની શોધ અને તેનો પ્રયોગ અંગ્રેજી ભાષાના ઈતિહાસમાં ખૂબ રસપ્રદ છે. 1. OK શબ્દ