લાગણીની પરિભાષા 13

પરિભાષા હદયની


1.ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં…સાહેબ…
તમે શું શોધો છો એ મહત્વનું છે…
2.તમારી નિંદા કરવા વાળા નું હંમેશા સન્માન કરજો સાહેબ…
કેમ કે એ લોકો તમારી ગેરહાજરી માં પણ તમારું નામ ચર્ચામાં રાખે છે…
3.પાણીને ગમે તેટલું ઉકાળો…
બળીને વરાળ થઈ જશે…પણ ક્યારેય ઉભરાશે નહીં…
આ વાત ખાનદાનીને પણ લાગુ પડે સાહેબ…
4.ઉપરવાળા નાં સૌ સર્જનો છે…
ખુદની રીતે સૌ બરાબર છે…
સિકંદર એ સિકંદર છે…
કલંદર એ કલંદર છે…
5.બધું જ શીખવું એ જ જ્ઞાન નથી પણ… 
કેટલુક નજર અંદાજ કરવુ એ પણ જ્ઞાન જ છે…
6.જીંદગી એટલે ફાટેલા ખીસ્સે ઠસો ઠસ ભરેલી જવાબદારીઓ નો રોકડો હીસાબ
7.એટલું જ ઝુકો કે જેટલું સાચું હોય
 વિના કારણ ઝૂકવાથી બીજાનો અહમ વધે છે.
8.અસત્યના ફકરા હોય…સાહેબ…બાકી…
સત્ય તો બે લીટીનું જ હોય….
(સંકલિત)
નયના જે. સોલંકી
આંખો
Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

ok
all correct

“OK” (અથવા O.K., Okay) શબ્દની શોધ અને તેનો પ્રયોગ અંગ્રેજી ભાષાના ઈતિહાસમાં ખૂબ રસપ્રદ છે. 1. OK શબ્દ