ભાગ – 2
શિક્ષક – માત્ર એક પદ નહીં, પણ સમગ્ર સમાજના સ્વરૂપને ઘડી કાઢતો પ્રકાશસ્તંભ. તે પોતાની યોગ્યતા, વિચારશક્તિ અને જીવનમૂલ્યોના આધારે દેશના ભવિષ્યને ઘડે છે. પરંતુ જ્યારે આ શિક્ષક સ્વાભિમાની, ઈમાનદાર અને કાર્યપ્રતિ નમ્રતાપૂર્વક પ્રતિબદ્ધ હોય, ત્યારે તેનો માર્ગ સરળ હોતો નથી. એ માર્ગ હોય છે સંઘર્ષોથી ભરેલો, પડકારોથી ઘેરાયેલો અને પોતાના આંતરિક મનમંથનથી હચમચતો.
સ્વાભિમાન એ એનો ભૂષણ છે – કોઈએ તેનું માન ન રાખે તો પણ તે પોતાનું માન કદી ગુમાવતો નથી. નીતિ વિરુદ્ધ કોઈપણ કાર્ય તે કરી શકતો નથી, પણ સંસ્થાની અસમાનતા, ભેદભાવ કે દબાણ વચ્ચે પણ તે પોતાની શિક્ષક તરીકેના ધર્મ કાર્ય ઉપર અડગ રહે છે. તે પોતાની ધ્યેયપ્રતિ પ્રતિબદ્ધ રહે છે – ભલે તિરસ્કાર મળે, ભલે બિનમુલ્યના નિર્ણયો તેના પર થોપવામાં આવે.
તેણે ક્યારેય નકલી પ્રશંસા કે પક્ષપાતી વર્તનના હાંસિયા ઉપર ચાલવું પસંદ કરેલું નથી. ક્યારેક તે પોતાની સિદ્ધિનું શ્રેય પણ બીજાઓને વહેંચી દે છે, તો ક્યારેક અન્યાય સામે અવાજ ઉઠાવવાના પરિણામે તે પોતાના સહકર્મીઓથી વેર થઈ જાય છે. પોતાનાં મૂલ્યો માટે લીધેલો દરેક નિર્ણય તેના માટે માનસિક રીતે ભારે બની રહે છે.
એવા સમયમાં જ્યારે મૂલ્યો દબાય જાય છે અને બીજા લે ભાગું શિક્ષકોની ઓની ચંપલાઈમાં સાચું ખોટું વિસ્મૃત થઈ જાય છે, ત્યારે એક સાચો, સ્વાભિમાની શિક્ષક પોતાનું આત્મમંથન શરૂ કરે છે – "શું હું સાચું કરું છું? શું મારા વિદ્યાર્થીઓને આ બધું અસરો કરશે? શું મારી નર્મ વાતો, શિષ્યોમાં સંઘર્ષ સામે લડવાની તાકાત ઊભી કરી શકી છે?" પણ અંતે તેનો અંતરાત્મા જવાબ આપે છે – "હા, તું સાચો છે. તું ઉપેક્ષિત હોવા છતાં પ્રેરણા છે. તું નિષ્ફળ દેખાય છતાં સફળ છે."
એના ધબકતા મનમાં સદાય એક જ ભાવ રહે છે –
“શિક્ષણ એ વ્યવસાય નથી – એ ધર્મ છે. અને એક શિક્ષક એ ધર્મના યોધ્ધા સમાન છે!”
આ પ્રેરણાદાયક યાત્રા, ભલે અજાણી રહી જાય, પણ આવી પ્રતિબદ્ધતાની અંદરથી જ એવા શિષ્યો ઊભા થાય છે કે જે સમાજ બદલવાનું બીજ રૂપે છે.
સ્વાભિમાની શિક્ષકોએ સમાજના આદર્શ અને અને મજબૂત કિલ્લાના મુખ્ય સ્તંભ છે. જો આપણે ભવિષ્યમાં આદરસ્વરૂપ નાગરિકોને જોઈએ છે તો આજે આપણું રોકાણ એવા શિક્ષકોમાં હોવું જોઈએ – જે પોતાના સ્વભાવથી, મૂલ્યોથી અને ઇમાનદારીથી વિદ્યાર્થીઓના મન ઘડી શકે.
સંચાલન, સુશાસન અને સંસ્કાર – ત્રણેયની ઊંડાણથી જરૂરિયાત છે એવા શિક્ષકોની, જે bowed head નહીં, bold heart ધરાવે.
નમન છે આવા દરેક સ્વાભિમાની શિક્ષકને – જે પોતાની ઈમાનદારીના મૂલ્યે સમગ્ર સમાજના ચહેરા પર ઉજાસ સમાજને એક દિશા આપે છે.
નયના જે સોલંકી
આંખો