શમણાંનો ટહુકો
તારી આંખોમાં મારા શમણાં નો ટહુકો,
મારી આંખોમાં બંધ પોપચાં નો ટહુકો.
એક ટહુકો મને સુવા નથી દેતો,
બીજો ટહુકો મને જાગવા નથી દેતો.
તારા ટહુકાની આજની મારી રાત,
નીંદર ને સુવા નથી દેતો મારી રાત.
ચાલો સાહિત્યનો ટહુકો વગાડીએ,
સર્જનનો ડંકો, ટહુકો શોરમાં વગાડીએ.
– આંખો
– સોલંકી નયના